Keval Premni Jivti Murti - 71st Birthday Spiritual Concert Lyrics
- Genre:Soul
- Year of Release:2023
Lyrics
પ્રેમ શોધવા માનવી ઉડે છે રાગ અને દ્વેષની પાંખોથી
સમજી શકે જો શુદ્ધ પ્રેમ ઝરણ વહે છે જ્ઞાનીની આંખોથી
બળબળતા આ કળીકાળે ઠારે જ્ઞાનીનો શુદ્ધ પ્રેમ
છાશિયાં સોનાના આરામાં જોઈ લો સોળેસોળ આની સાચું હેમ
કેવળ પ્રેમની જીવતી મૂર્તિ જ્ઞાની પુરુષની કરુણા ને સમતા
ભાંગેલા અહમને થાબડી વ્હાલથી મનથી ભાંગેલાને સજીવન કરતાં
કેવળ પ્રેમની જીવતી મૂર્તિ
અનંત ભવથી સૂતેલો હું જાગી ગયો પળવારમાં
ચૌદ લોકના નાથ મળી ગ્યા મારા દાદા ના અવતારમાં
ચેતનવંતી જીવતીજાગતી જગાડતી આ વાણી
દેશનાનું ફળ આપે જેણે દેશના જ એને જાણી
સાદી શૈલીમાં પરમાર્થે વાણી આત્માર્થ લક્ષે દેશના દેતાં
દાદા વિચરતાં જગ ઊપકારાય ગુરુ છતાં યે શિષ્ય જ્યમ રહેતાં
કેવળ પ્રેમની જીવતી મૂર્તિ
આત્માને સ્પર્શેલી ચૈતન્ય વાણી ઓગાળે આવરણ પ્રાકૃત પડળ
લૌકિક ભાષાથી તદ્દન જુદી એક્કેક શબ્દોમાં અદભૂત વચનબળ
કેવળ પ્રેમની જીવતી મૂર્તિ
જગતનું પુંઠ્યુ ફેરવવા સમર્થ જેમનું એકેએક વાક્ય શાસ્ત્ર છે
સાવ અકર્તા તોયે અનંત શક્તિનો સ્ત્રોત એમનો અંગૂઠો માત્ર છે
જેનામાં જે શક્તિ ખૂટતી લાગી વિધિમાં પરમાણુ છાંટી જ દેતાં
ખોખાનાં સ્પંદનો ભસમ થાશે આમ જ મૂંગી આશિષો દેતાં
કેવળ પ્રેમની જીવતી મૂર્તિ
ચઢતા પડતા ખાતા પીતા હરતાં ફરતાં બજાર બારાતમાં
એક પુણ્ય ઘડીએ જ્ઞાની મળ્યા ને બનાવી દીધા સહુને મહાત્મા
કોઈક કાળે જ પાકે છે અપૂર્વ અક્રમ જ્ઞાની એવા
જેમને કાંઈ જ જોઈતું નથી આવે છે રોકડો મોક્ષ દેવા
જેમને કાંઈ જ જોઈતું નથી આવે છે રોકડો મોક્ષ દેવા
પોતાના પૈસા ને સમય ખર્ચી સત્ સંગ દેવા જાતાં દાદાજી
આપણી ભૂલોની માંગી લ્યે માફી ઓહોહો જો સમતા પરમાત્માની
ભાંગેલા અહમને થાબડી વ્હાલથી મનથી ભાંગેલાને સજીવન કરતાં
કેવળ પ્રેમની જીવતી મૂર્તિ જ્ઞાની પુરુષની કરુણા ને સમતા
આપણી ભૂલોની માંગી લ્યે માફી ઓહોહો જો સમતા પરમાત્માની
કેવળ પ્રેમની જીવતી મૂર્તિ